ગાંધીનગર
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા હાલ “ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પ ૨૦૨૩” ચાલી રહ્યો છે. તા.૩૧મી મે સુધી ચાલનાર આ કોચિંગ કેમ્પ અંતર્ગત ગાંધીનગર ખાતે હેન્ડબોલ રમતનાં કેમ્પ દરમ્યાન આજ રોજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના અગ્ર સચિવ તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ અશ્વિનીકુમારે મુલાકાત લીધી હતી. “ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પ”માં નિષ્ણાત કોચ અને ટ્રેનર દ્વારા યુવા ખેલાડીઓને આપવામાં આવી રહેલી તાલીમનું અગ્ર સચિવ દ્વારા સ્વનિરીક્ષણ કર્યું અને ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. રાજ્યકક્ષાની આવી રમતગમત તાલીમ દ્વારા ખેલાડીઓના ખેલ ઉત્સાહમાં વધારો થશે અને સાથે સાથે તેમનું કૌશલ્ય વધુ નિખરશે.
