Gujarat

ગરમીથી બચવા શું કરવું ?

ગરમીથી બચવા માટે ખાસ વધુ પ્રમાણમાં પાણી પીવું, છાશ અથવા અન્ય આરોગ્યપ્રદ પ્રવાહી પીણા પીવા જોઈએ. આયુર્વેદ દ્રષ્ટિએ ગરમીની ઋતુમાં વરીયાળી, કાચીકેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું સરબત ગુણકારી છે. રાત્રે ૧૦ નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવાની સાથે દ્રાક્ષ પણ ખાવી ઉપરાંત તરબુચ પણ ખાઈ શકાય.  સાથે જ લાંબો સમય તડકામાં ન રહીએ અને સીધા સુર્યપ્રકાશથી બચીએ, હળવા રંગના કપડા પહેરીએ, ઠંડકવાળા સ્થળ પર સમયાંતરે આરામ કરીએ અને નાના બાળકો, વૃદ્ધ સગર્ભાઓનું વિશેષ કાળજી રાખીએ. ઉપરાંત ઈમરજન્સીની સ્થિતિમાં ૧૦૮ સેવાનો લાભ દ્વારા ત્વરિત સારવાર મેળવીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *