ભૂજ
પૂર્વ કચ્છના ગાંધીધામમાં ફરી એક વખત આંગડિયા પેઢીમાં લૂંટની ઘટના બની છે. ગાંધીધામના પી.એમ આંગડિયા પેઢીમાં આ લૂંટની ઘટના બની છે. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આ લૂંટની ઘટના બની હતી. અજાણ્યા શખ્સો દ્વારા આંગડિયા પેઢીમાં આવી લૂંટ કરવામાં આવી હતી. અંદાજે ૧ કરોડની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાઇ છે. ગાંધીધામમાં આવર-નવાર આંગડિયા પેઢીમાં લૂંટના બનાવો અટકાવવા હવે માંગ ઉઠી છે. આ અગાઉ પણ ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં લૂંટના બનાવો બની ચૂક્યા છે. ગાંધીધામમા એક કરોડથી વધુની લૂંટની ઘટના બનતા સમગ્ર કચ્છમાં ચકચાર મચી ગઈ છે. બપોરના સમયે પીએમ આંગડિયા પેઢીમાં લૂંટની ઘટના બની હતી. આ લૂંટની ઘટનાને લઈ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. ચાર આરોપીઓએ આ લૂંટને અંજામ આપ્યો હોય તેવા અહેવાલ છે. ૧ કરોડ રુપિયાની લૂંટની ઘટનાને લઈ પોલીસે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી છે. કચ્છ જિલ્લામાં આ પહેલા પણ ઘણી વખત આંગડિયા પેઢીમાંથી લૂંટની ઘટના સામે આવી છે, ત્યારે ફરી એક વખત કચ્છના ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં લૂંટની ઘટના બની છે. સમગ્ર કચ્છમાં આ લૂંટની ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે.
