ગાંધીનગર
ગાંધીનગરનાં ખ-૦ થી ખ-૧ તરફ જતાં રોડ ઉપર બુલેટના ચાલકે પોતાનું બુલેટ પૂરપાટ ઝડપે ગફલતભરી રીતે હંકારતા બુલેટ સ્લીપ ખાઈને ડિવાઇડર સાથે અથડાયું હતું. જેથી અકસ્માત થતા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવની જાણ થતા પરિવારજનો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે પ્રાઇવેટ હોસ્પિટલ લઈ જવાયો અને જ્યાં સારવાર દરમ્યાન યુવકની તબિયત વધુ લથડતા તેનું મોત નિપજ્યું. જેને પગલે ૨૨ વર્ષીય યુવાનનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જેથી સેક્ટર – ૭ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.