Gujarat

ગાંધીનગરના મગોડીમાં રહેતી સગીરાને એક શખ્સ પ્રેમજાળમાં ફસાવી ભગાડી જતા પરિવારે પોલીસ ફરિયાદ

ગાંધીનગર
ગાંધીનગરના મગોડી ગામની ૧૪ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી મૂળ દિયોદરનો વતની અડાલજના કોબા ખાતે રહેતો પરિણીત પ્રેમી અપહરણ કરીને ફરાર થઇ જતાં ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના ચીલોડા પોલીસ મથકની હદમાં આવેલા મગોડી ગામમાં રહેતી શ્રમજીવી પરિવારમાં જન્મેલી ૧૪ વર્ષની સગીરાએ ધોરણ – ૯ સુધીનો અભ્યાસ કરેલો છે. રાત્રિ ભોજન કર્યા પછી પરિવારના સભ્યો સૂઇ ગયા હતા. ત્યારે સગીરા પણ પરિવાર સાથે ખાટલામાં સૂઇ ગઈ હતી. બીજા દિવસે સવારે ઊઠ્‌યા ત્યારે સગીરા ઘરમાં જાેવા મળી ન હતી. જેથી પરિવારજનોએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ આદરી હતી. પરંતુ સગીરાનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આ દરમિયાન સગીરા દિયોદરના વતની હાલમાં કોબા ખાતે રહેતા પરિણીત પ્રવીણ રાઠોડના સંપર્કમાં હોવાની જાણ થઈ હતી. જેથી પરિવારે પ્રવીણના ઘરે જઈને પણ તપાસ કરી હતી. ત્યારે પ્રવીણ પણ ગાયબ થઈ ગયો હોવાનું બહાર આવ્યું હતું. જેનાં પગલે સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરીને લઈ ગયો હોવાની શંકા વ્યક્ત કરી પરિવારે ચીલોડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *