Gujarat

ગાંધીનગરના વેપારીનો સંપર્ક કરી સુરતના શખ્સે ગાડી ભાડે લઈ, આજ દિન સુધી ન આવ્યો પાછો, પોલીસે વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગર
ગાંધીનગરના ટ્રાવેલ્સનાં વેપારીનો જસ્ટ ડાયલનાં આધારે સંપર્ક કરી સુરતનો ઈસમ છ લાખની એસયુવી ગાડી ભાડે લઈ જઈ આજદિન સુધી પરત આવ્યો ન હતો. જેને લઈ છેતરપિંડી કરવામાં આવતાં અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરનાં ભાટ ગામ રાધે ફોર્ચ્યુન કોમ્પલેક્ષમાં વેલરાઇડર નામની ઓફિસ ખોલી ફોર વ્હિલર ભાડેથી આપવાનો વેપાર કરતાં આનંદભાઇ ઘનજીભાઇ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે વર્ષ – ૨૦૧૬ ના મોડેલની મહિન્દ્રા કંપનીની એસયુવી કાર છ લાખમાં સેકન્ડમાં ખરીદી હતી. અન્ય ગાડીઓની જેમ આ ગાડી પણ તેઓ ભાડે આપતા હતા. ડિસેમ્બર મહિનામાં જસ્ટડાયલ કંપનીથી આનંદભાઈના ફોન ઉપર અભિકુમાર જનકભાઇ પટેલે (૨હે. પટેલ ફળીયુ, મુલદ, સુરત) સંપર્ક કર્યો હતો અને ગાડી ભાડે લેવાની વાતચીત કરી હતી. જેથી આનંદભાઈએ એસયુવી ગાડી ભાડે આપવાની વાત કરી હતી. બાદમાં ૧૧ મી ડિસેમ્બરના રાતના બે વાગે ફરીવાર અભી પટેલ ફોન કરીને ઓફિસે ગયો હતો. જ્યાં ઓળખના જરૂરી પુરાવા આપી તા. ૧૧ થી ૧૫ મી ડિસેમ્બર – ૨૦૨૨ સુધી એમ પાંચ દિવસ માટે ભાડે ગાડી લેવાનું નક્કી કર્યું હતું. જેનાં ભાડા પેટે એક દિવસનું ભાડું ૪ હજાર નક્કી થતાં તેણે એડવાન્સ પેટે રૂ. ૧૦ હજાર ગૂગલ પે મારફતે આનંદકુમારને ચૂકવ્યાં હતા અને ગાડી લઈ ગયો હતો. જાે કે, નિયત સમય મર્યાદા પૂર્ણ થતાં સમયસર ગાડી પરત નહીં આવતાં આંનદભાઈએ ફોન કરીને અભી પટેલને ગાડી આપી જવા કહ્યું હતું. પરંતુ તે પાછો ગાડી આપી ગયો ન હતો અને વાયદાઓ કરતો રહ્યો હતો. આમ આજદિન સુધીમાં અભી પટેલ ગાડી પાછી આપી નહીં જતાં આખરે આનંદ ભાઈએ અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *