ગાંધીનગર
ગાંધીનગરના ભાટ ટોલ ટેક્ષ નજીક સાબરમતી નદીના કિનારે એક્ટિવા પાર્ક કરીને અમદાવાદના બે મિત્રો નદીમાં ન્હાવા ગયા હતા. આ દરમ્યાન અજાણ્યા શખ્સો એક્ટિવાની ડેકી તોડીને અંદરથી બે મોબાઈલ ફોન ચોરીને ફરાર થઈ જતાં ઈન્ફોસિટી પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
