Gujarat

ગાંધીનગરમાં રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપની ૪૮૩મી જન્મ જયંતી ઉજવાઈ

ગાંધીનગર
આજે મહાન યૌદ્ધા અને રાજપૂત વીર મહારાણા પ્રતાપની જન્મજયંતી છે, દેશભરમાં ઠેર ઠેર રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતીને મનાવવામાં આવી રહી છે, ત્યારે આ પ્રસંગે ગાંધીનગરમાં પણ રાજપૂત સમાજે વીર રાજપૂત યોદ્ધા મહારાણા પ્રતાપની જન્મ જયંતીની દબદબાભેર ઉજવણી કરી હતી, શહેરમાં રાજપૂત સમાજે એક મોટી રેલી યોજી હતી. આજે દેશભરમાં વીર યોદ્ધા મહારાણા પ્રતાપની ૪૮૩મી જન્મ જયંતી નિમિત્તે ઉજવણી થઇ રહી છે, ગાંધીનગરમાં પણ આજે રાજપૂત સમાજ દ્વારા એક મોટી રેલી યોજવામાં આવી હતી. શહેરના સેક્ટર ૧૨માં આવેલ સમાજના ભવનથી પેથાપુર મહારાણા પ્રતાપની પ્રતિમા સુધી આ રેલી યોજવામાં આવી હતી. સમાજના લોકોએ મહારાણા પ્રતાપને પુષ્પાંજલિ અર્પિત કરીને ઉજવણી કરી હતી. સ્વાભિમાન સાથે જીવવાની શીખ આપનાર મહારાણા પ્રતાપની જન્મ જયંતીએ સમાજના લોકોને જાગૃત કરવા માટે આ એક ખાસ અને અનોખો પ્રયાસ છે.

File-02-Page-07-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *