Gujarat

ગાંધીનગર એલસીબીએ બૂટલેગરના ઘરમાંથી દારૂ મળ્યો, રેડ થવાની જાણ થતા બૂટલેગર ફરાર

ગાંધીનગર
કલોલમાં વિદેશી દારૂનો વેપાર કરતા બૂટલેગરના ઘરે ગાંધીનગર એલસીબીએ છાપો મારી તપાસ કરી તો બૂટલેગરના ઘરેથી ૧૬,૧૨૦નો વિદેશી દારૂનો જથ્થો પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો. ગાંધીનગર એલસીબીમાં ફરજ બજાવતા અધિકારીઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, અગાઉ વિદેશી દારૂના ધંધામાં સંડોવાયેલા તેમજ અગાઉ દારૂના કેસમાં પકડાયેલા વિજયસિંહ દિલીપસિંહ ચાવડાએ કરણસિંહ બળદેવજી વાઘેલાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલો છે. તેમજ કરણસિંહ વેપાર પણ કરે છે. જેથી મળેલી બાતમી મુજબ ગાંધીનગર પોલીસ કલોલ કલ્યાણપુરા ખાતે કરણસિંહ બળદેવજી વાઘેલાના ઘરે છાપો મારવા પહોંચી ગઈ હતી. એલસીબીએ આરોપીના ઘરે જઈને જાેયું તો લોખંડની જાળીવાળું મકાન હતું અને મકાનમાં કોઈ હાજર ન હતું. જેથી મકાનની ઓસરીમાં તપાસ કરતા એક લોખંડની પેટીના નીચેના ભાગમાં વિદેશી કાચની બોટલો તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા. જે બહાર કાઢતા, અંદાજિત ૧૬૦૦૦થી વધુનો માલ ઝડપાયો હતો. જેથી વિજયસિંહ દિલીપસિંહ ચાવડા તેમજ કરણસિંહ બળદેવજી વાઘેલા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *