ગાંધીનગર
ગાંધીનગર સચિવાલયમાં આજે તમામ કારનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પ્રાઇવેટ, સરકારી સહિત તમામ કારના ચેકિંગમાં વધારો કરવામાં આવ્યો છે. ગેટ નંબર ૧ તથા ૨માંથી સચિવાલયમાં એન્ટર થઈ રહેલી તમામ કારનું ખૂબ જ ઝીણવટ પૂર્વક ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. ચેકિંગ અંગે સલામતી શાખામાંથી સૂચના આપવામાં આવી છે. સૂત્રો પાસેથી માહિતી મુજબ ગઇકાલે મોડી સાંજે ગાડીઓમાં શંકાસ્પદ એક્ટિવિટી સીસીટીવીમાં કેદ થઇ હતી. જેના પગલે આજથી ચેકિંગ વધારવામાં આવ્યુ છે. જેને લઇને તપાસ ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઇકાલે સચિવાલયમાં આવેલી કેટલીક કારમાં દારુની બોટલ લાવવામાં આવી હોવાની ફરિયાદ થઇ હતી. જે પછી સચિવાલયમાં સર્વેલન્સ સઘન કરવામાં આવ્યા છે. આજથી જ સચિવાલયમાં તમામ ગાડીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.બીજી તરફ સચિવાલયમાં આ પ્રતિબંધિત વસ્તુઓ આવી હોવાની ફરિયાદના પગલે અનેક સવાલ ઊભા થઇ રહ્યા છે. સચિવાલયમાં આવતી ગાડીઓમાં શંકાસ્પદ વસ્તુઓ આવી હોવાથી પોલીસની કામગીરી તેમજ સુરક્ષા-સલામતીને લઇને થતી કામગીરી પર પણ અનેક સવાલ ઊભા થઇ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ગઇકાલે મોડી રાત્રે આ ગાડીઓ આવી હોવાની માહિતી છે. જેમાં દારુની બોટલ લાવવામાં આવી હોવાનું ઝ્રઝ્ર્ફમાં જાેવા મળ્યુ હતુ.
