ગીરગઢડાના અંબાડા ગામમાં છેલ્લા એક મહિનાથી વનપ્રાણી સિંહો એ ગામની આસપાસ રેહેણાક બનાવી લીધું હોય તેમ રાત પડેને
ગામના પાદર સુધી આવી જતા હોય છે. અને ગામમાં રખડતા પશુઓ પર હુમલો કરી મારણ કરી બાદમા સીમ વિસ્તારમાં જતા રહે
છે. ત્યારે અંબાડા ગામમાં આજે વહેલી સવારે એક સાથે ચાર સિંહોનો પરીવાર ગમમાં ઘુસી ગયેલા અને એક પછી એક મુંગા
પશુઓને નિશાન બનાવી હુમલો કર્યો હતો. અને ગામમાં રખડતા પશુઓનાં મારણ કરી મીજબાની માણી હતી.
અંબાડા ગામમાં સિંહ પરીવાર શિકારની શોધમાં આવી ચઢતા પશુઓમાં અફડા તફડી મચી ગયેલ હતી. અને ગામના રહેણાંક મકાન
પાસે પશુ પર હુમલો કર્યો હતો. જેમાં પાંચ જેટલા પશુના મારણ કરી મીજબાની માણી હતી. અને વહેલી સવારે આ મારણની
મીજબાની બાદ સીમ વિસ્તારમાં જતા રહ્યા હોય જોકે આ વખતે ગામમાં થી પસાર થતા વાહન ચાલકે ગામમાં રહેણાંક મકાન પાસે
આટફેરા કરતા સિંહોને મોબાઈલમાં કેદ કરી લીધેલ હોય જે સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ હતો.. આમ છેલ્લા એક માસમાં ત્રણ
વાર સિંહો ગામ આવી અને પશુના મારણ કરતા ગ્રામજનોમાં ભયનું વાતાવરણ ફેલાય ગયેલ છે. વન વિભાગ દ્વારા સિંહોને ગામથી
દુર ખદેડવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ રજુઆત કરી હતી.
