Gujarat

ગીરગઢડાના આંકોલાળી ગામના યુવાનએ બાઈકનો કાબુ ગુમાવતા સ્લીપ થઇ અકસ્માતમાં યુવાનનું મોત…

ગીરગઢડાના આંકોલાળી ગામે રહેતો યુવાન પોતાની બાઇક પર કામ સબબ ઉના ગયેલ ત્યાંથી પરત ઘરે જતો હોય એ દરમિયાન
અચાનક બાઈક પરનો કાબૂ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઈ ગયેલ હતી આ અકસ્માત સર્જાતા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા
પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું..
આંકોલાળી ગામે રહેતો રામજીભાઇ લાખાભાઇ વાજા પોતાની બાઈક નં. જી જે 5 એમ સી 4839 પર ઉના કામ સબબ ગયેલ હતા.
અને પરત ઘરે જતાં હતાં ત્યારે ભેભા ગામના જાપા નજીક પહોંચ્યા ત્યારે અચાનક બાઈક પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઇ
જતા અક્માત સર્જાયેલ જેમાં યુવાન નીચે પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ અક્સ્માત થતા લોકો એકત્ર
થઈ જતાં તાત્કાલિક ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઘટના સ્થળે દોડી ગયેલ અને ઉના સરકારી હોસ્પિટલે ખસેડવામાં
આવેલ ત્યાં હાજર રહેલા તબીબેએ તપાસ કરેતા મૃત જાહેર કરેલ હતો. જોકે યુવાનનું અકસ્માતમાં મોત નિપજતાં તેમનાં
પરિવારજનોમાં ભારે શોક પ્રસરી ગયેલ હતો. આ અંગે ગીરગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાય હતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *