કેસર કેરી સહીત અનેક ખેતી પાકોને ભારે નુક્સાનની ભિતી….ચિખલકુબામાં રસ્તા પરથી પાણી વહેતા થયાં…
ઊના – હવામાન વિભાગની આગાહીને પગલે કમોસમી વરસાદ થવાની ચેતવણી આપવામાં આવી હતી. ત્યારે ઉના ગીરગઢડા
પંથકમાં વહેલી સવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. અને બપોર બાદ ગીર જંગલ બોર્ડરને અડી આવેલાં ગામોમા
કમોસમી વરસાદ સાથે કરા પણ પડયા હતાં. આ કમોસમી વરસાદને પગલે ખેડુતોના પાકને વ્યાપક નુકસાન થવાની ભિતી સેવાઈ
હતી.
ગીરગઢડા નજીક જંગલ બોર્ડરને આડી આવેલા અનેક ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં જાખીયા, બાબરીયા,
ફરેડા ગામમાં કમોસમી વરસાદ સાથે કરા પડયા હતા. તેમજ ધોકડવા, ચીખલ કુબા, નતલી, વડલી, જસાધાર, ગીરગઢડા, સરની
ખોડીયાર સહીતના ગામોમાં કડાકા ભડાકા સાથે ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ કમોસમી
વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર પાણી વહેતા થયાં હતાં. તેમજ રસ્તા પર પાણીનાં ખાબોચ્યા ભરાઈ ગયા હતાં. અને
ખેડૂતોના ખેતી પાકો જેવાકે કેસર કેરી, ઘઉં, તલ, બાજરો સહિતના વાવેતર કરેલા પાકોને આ કમોસમી વરસાદના કારણે ભારે વ્યાપક
નુકસાનની ભિતી સેવાઈ હતી. અને આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતાની લાગણી ફેલાઇ હતી..


