સમગ્ર વિશ્વમાં ચોવીસ માર્ચના દિવસને વિશ્વ ક્ષય દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આજના દિવસે રોબર્ટ કોક નામના વૈજ્ઞાનિકે
ટીબીના જંતુની શોધ કરી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2025 માં ભારતને ટીબી મુકત કરવા આહવાન કરેલ છે.
જીલ્લા ક્ષય કેન્દ્ર ગીર સોમનાથ તથા તાલુકા હેલ્થ કચેરી સંયુક્ત માર્ગદર્શન હેઠળ તમામ આરોગ્ય કેન્દ્ર તથા પેટા આરોગ્ય કેન્દ્રોમા
આજના દિવસે જનજાગૃતિ રેલીઓ કાઢવામાં આવી હતી. જેમાં ગીરગઢડાના જરગલી પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે સી એચ ઓ, એમ
પી એચ ડબલ્યુ, એફ એડબલ્યુ, એસ ટી એસ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટના કોમ્પ્યુનીટી હેલ્થ ઓફીસર મહેશ પરમાર દ્રારા
ગ્રામજનોને જાગૃતતા લાવવા માટે વિદ્યાર્થી દ્રારા રેલીનું આયોજન કરી અને આખા ગામમાં કોઇપણ ટીબી સસ્પેક્ટેડ દર્દી હોય તેવા
દર્દી સુધી વાત પહોચી શકે અને સમયસર સારવાર મળી શકે, ટીબી જણાય તો સીધા નિરીક્ષણ હેઠળ ટુંકાગાળાની સારવાર લેવી
જોઇએ. નિક્ષય પોષણ યોજના હેઠળ દર્દીને સારવાર દરમ્યાનદર મહીને રૂ.૫૦૦ સહાય મળે છે. આમ વિશ્વ ટીબી દિવસે શાળાના
બાળકો દ્રારા શહેરી વિસ્તારોમાં લોકોમાં જાગૃતતા લાવવા રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું.


