Gujarat

ગીરગઢડાના જામવાળામાં અડધો કલાકમાં દોઢ થી બે ઇંચ ભારે પવન સાથે ધોધમાર વરસાદ…

ઊના – ઊના ગીરગઢડા પંથકમાં છેલ્લા ચાર દિવસથી અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર તો ક્યાંક ઝાંપટા વરસ્યા હતા. અને
ગઇકાલે ઉના શહેરમાં પણ વરસાદ વસ્યો હતો. ત્યારે આજે ઊના ગીરગઢડા પંથકમાં બપોર બાદ વાદળો ઘેરાતા વાતાવરણમાં પલ્ટો
આવ્યો હતો. અને ગીર જંગલ બોર્ડર વિસ્તારના જામવાળા ગામે અચાનક ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસવાનું શરૂ
થયેલ અને ચાલુ વરસાદે ભારે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસતા રસ્તા પરથી વાહનોને પસાર થવુ મુશ્કેલ બની ગયેલ હતું.
અને ભારે પવન સાથે વરસાદથી આ વિસ્તારના ખેડૂતોના બાગાયતી પાકો કેસર કેરી આંબા પરથી ખરી પડેલ હતી. જેના કારણે
બાગયતી પાક તેમજ ઉનાળુ પાકને ભારે નુકસાન થવા પામેલ છે.
ગીરબોર્ડર વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો આવતા નજીકના ગીરગઢડાના જામવાળા ગામમાં અડધો કલાકમાં દોઢ થી બે ઇંચ વરસાદ
ખાબકી ગયેલ હતો. જેના પગલે રસ્તા પર જાણે નદીઓ વહેતી થઇ હોય તેવા દ્રશ્યો જોવા મળેલ હતા. આ છેલ્લા ચાર દિવસથી
ઊના ગીરગઢડા પંથકમાં કમોસમી વરસાદના કારણે તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના પાકને નુકસાન થવાથી હાથમાં આવેલો
કોડીયો છીનવાય જતાં પાયમાય બની ગયેલ..

-અડધો-કલાકમાં-દોઢથી-બે-ઇંચ-ભારે-વરસાદ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *