ગીરગઢડાના જુડવડલી ગામના પાદરમાં આવેલ રહેણાંક મકાન પાસેજ ડાલામથો આવી ચઢતા એક પશુનું મારણ કરી મીજબાની
માણતા રહીશો એ આ લાઇવ મારણ નિહાળી સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થયેલ હતો. સિંહ ગામમાં ઘુસી આવતા લોકોમા ભય
ફેલાઇ ગયો હતો..
જુડવડલી ગામના પાદરમાં આવેલ પ્રાથમિક શાળાની પાસે રહેણાંક વિસ્તારમાં પરસોતમભાઈ રીબડીયાના ઘરની બાજુમાં મોડી
રાત્રિના સમયે એક ડાલામથો આવી ચઢતા શેરીમાં એક પશુનું મારણ કરી મીજબાની માણી હતી. રાત્રિનાં સમયે સિંહ ગામમાં ઘુસી
આવતાંજ પશુઓમાં અફડા તફડી મચી જતાં આ વિસ્તારના લોકો જાગી ગયેલ અને ઘરની બહાર નીકળી જોતા રહેણાંક મકાનના
ડેલા નજીક આ ડાલામથોએ પશુનું મારણ કરી મિજબાની માણતા આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોએ બેટરીના ટોચની મદદથી
લાઈવ મારણ નજરે નિહાળ્યું હોય જે સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ હતો. આ સિંહે મારણ બાદ રહેણાંક
વિસ્તાર માંથી આરામથી સીમ વિસ્તારમાં જતો રહ્યો હતો.જોકે ગામ અવાર નવાર વન્ય પ્રાણી સિંહ ગામમાં આવી પશુઓ પર
હુમલો કરતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાય ગયેલ છે.
