Gujarat

ગીરગઢડાના દ્રોણ ગામમાં પોલીસ પર હુમલો કરનાર શખ્સને કોર્ટે ૩ વર્ષની કેદ રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યો…

ગીરગઢડાના દ્રોણ ગામમાં પોલીસ ઉપર છરી વડે હુમલો કરના શખ્સને ગીરગઢડા કોર્ટે ૩ વર્ષની સખ્ત જેલ તેમજ રૂ. ૧૦ હજારનો
દંડફકારવામાં આવેલ છે.
તા.૨૦ એપ્રિલ ૨૦૧૯ના ગીરગઢડાના દ્રોણ ગામે રહેતો ફતેમહમ રીદબ્લોચે એક પોલીસના ઘર પાસેથી પસાર થઇ અને ગાળો
બોલતા નિકળી અને ત્યા ઉભેલા આ કર્મીને ઢીકાપાટુનો મારમારેલ અને તેની પાસે રહેલ છરી વડે હુમલો કરી એક ઘા કપાળના ભાગે
મારી દઇ ઇજા કરી હતી. આ અંગે શખ્સ વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોધાવી હતી. અને આ અંગેનો કેઇસ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ
કોર્ટમાં ચાલી જતાં મેડીકલ રીપોર્ટ, તમામ પુરાવા, તેમજ સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી ગીરગઢડા કોર્ટે આરોપી મુરાદ
ફતેમહમદ રીદબ્લોચને ત્રણ વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂ.૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. અને જો આરોપી દંડની રકમ
ન ભરે તો વધુ ૯ માસની સખ્ત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *