ત્રણ ચાર મધપુડાથી આજુબાજુ વિસ્તારના લોકો ત્રાહિમામ, દૂર કરવા માંગ.
ગીરગઢડાના ધોકડવા ગામે સણોસરી રોડ પર આવેલ પીપળાના વૃક્ષ પર ઝેરી મધમાખીઓનુ ત્રણ ચાર ઝુંડના મધપોડાના કારણે
આજુબાજુના લોકોના રહેણાક મકાન પર ત્રાટકતા બે બાળકો પર હુમલો કરેલ જેથી બાળકોને ડંખ મારી દેતાં ગંભીર ઈજા પહોંચી
હતી. ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર અર્થે હસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા.
ધોકડવા ગામ સણોસરી રોડ પર આવેલ પીપળાના વૃક્ષ પર ત્રણ ચાર ઝુંડના જેટલા મધપોડાએ રહેણાક બનાવી લીધું હોય તેમ અવાર
નવાર મધમાખીઓ ઉડીને અનેક લોકો પર હુમલો કરી ઘાયલ કરેલ હતા. નજીકમાં રહેતાં દિનેશભાઈ બલદાણીયાના મકાન પાસે આ
મધમાખીઓનું ઝુંડ ત્રાટકતા તેમનાં બાળક માનવીરને ડંખ મરી દેતાં આંખના ભાગે ગંભીર ઈજા પોહચી હતી. જેથી આ બાળકને
આંખની નીચેનાં ભાગે સોજો થઈ ગયેલ જ્યારે અન્ય એક બાળકને ઈજા કરતા સારવાર અર્થે હસ્પિટલે ખસેડવામા ખસેડવામા
આવેલ હતો. જૉકે આ બાબતે દિનેશભાઈએ વનવિભાગ, આરોગ્ય સહીતને રજુઆત કરવા છતાં આ મધમાખીને દૂર ન કરતા અવાર
નવાર લોકો પર ત્રાટકે છે આમ મધમાખીનું ત્રીજી વાર હુમલાની ઘટનાથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાય ગયું હતું. ત્યારે આ ઝાડ
પર રહેલ મધમાખીના પુડાને તાત્કાલિક દૂર કરવા માંગ કરી હતી.
