મકરસંક્રાંતિ નાં દિવસે પતંગના દોરા ગળામાં ફસવાથી અનેક અસકમતો થયા.
મકરસંક્રાંતિને લઈને લોકોમાં પતંગ ચગાવવાનો એક અનોખો ઉત્સાહ હોય છે. પરંતુ પતંગનો દોરો લાગવાથી અનેક પક્ષી અને લોકોને પણ નુકસાન થયું હતું. ત્યારે ગીરગઢડાના ધોકડવા ગામનો યુવાન પોતાના લગ્ન ૧૬ તારીખે હોવાથી લગ્ન કંકોત્રી આપવા માટે જતો હતો. ત્યારે મોલી ગામની આગળ જતા રસ્તા પર પતંગની દોરી ગળામાં ફસાતા સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા નિચે પટકાતા અકસ્માત સર્જાયો હતો. અને યુવાનને ગળાના તેમજ હાથના ભાગે ઇજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.


