શાળામાં અનેક સુવિધાથી વંચિત. જીવના જોખમે છાત્રો અભ્યાસ કરી રહ્યાં છે.
ઊના – ગીરગઢડાના ધોકડવા ગામમાં આવેલી સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા છેલ્લા ૨૦ વર્ષથી નવા
બનાવેલા બિલ્ડીંગ જર્જરીત હાલતમાં હોય આ શાળામાં છાત્રો જીવના જોખમે અભ્યાસ કરી છે. અને છાત્રોનું જીવ પણ જોખમમાં
મુકાયેલ હોય તેમજ શાળામાં છાત્રોને અનેક સુવિધાઓથી વંચિત હોય આ શાળામાં તંત્ર દ્રારા તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી
કરવા અને શાળામાં સુવિધા ઉપલબ્ધ કરાવવા ધોકડવા ગ્રામ પંચાયતના સરપંચ રેખાબેન એભલભાઇ બાંભણીયાએ લેખિત રજુઆત
પ્રફુલભાઇ પાનસેરીયા મંત્રી પ્રાથમિક, માધ્યમિક ઉચ્ચકક્ષાએ ગાંધીનગર, તેમજ જીલ્લા શિક્ષણાઅધિકારીને કરી હતી.
ધોકડવા ગામે ૧૯૮૦થી સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા કાર્યરત છે. આ શાળામાં ધો. ૯ થી ૧૨ માં આશરે
૪૫૦ થી ૫૦૦ છાત્રો અભ્યાસ કરે છે. આ શાળા પોતાનું આશરે ૨૦ વર્ષથી બિલ્ડીગ છે અને નવા બિલ્ડીંગમાં બાળકો અભ્યાસ કરે
છે. પરંતુ ૨૦ વર્ષથી બનેલા આ નવા બિલ્ડીંગમાં પાયાની સુવિધા જેવી કે બારી, દરવાજા, લાઇટ, પંખા, પીવાના પાણીની સુવિધા
તેમજ શૈચાલય જેવી પ્રાથમિક સુવિધા આજદિન સુધી કરવામાં આવેલ નથી. વર્ષોથી આ શાળા ખંઢેર હાલતમાં છે. અને પુરતો સ્ટાફ
પણ હાજર રહેતો નથી. સવારે ૮ થી ૧૨ નો નિયમ વિરૂધ્ધનો આ શાળાનો સંચાલક મંડળ અને શાળા શિક્ષકગણ પોતાની
મનમાનીથી સ્કુલ ચલાવે છે. શાળામાં શિક્ષણનું સ્તર અને છાત્રોનું ભણતર ખાડે ગયુ હોય તેમ અનેક ખામીઓ અને ફરીયાદો ઉઠી
રહી છે. જેથી ધોકડવા તેમજ આજુબાજુના ગામમાંથી આવતા છાત્રો માટે સુવિધા આપવા અને શાળાને રીપેરીગ કરવામાં આવે તેવી
ગ્રામજનોની માંગણી ઉઠી રહી છે. જેથી શાળાની તાત્કાલીક ઉચ્ચકક્ષાએથી તપાસ કરાવી ઘટતી સુવિધા ઉભી કરવા અને
જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ધોકડવા ગ્રામ પંચાયત દ્રારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી.


