ગીરગઢડાના નાના સમઢીયાળા ગામ નજીક ટ્રેક્ટર ચાલકે બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલક
યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા લોહીલોહાણ હાલતમાં બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. અને ઉના હોસ્પીટલે
સારવાર મળે તે પહેલાજ યુવાનનું મોત નિપજ્યુ હતું.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ મૂળ ગરાળ ગામનો અને હાલ ભડીયાદર ગામે રહેતો જીવણ કાળુભાઇ મકવાણા ઉ.વ.૨૫
બાઇક પર જતો હતો. ત્યારે નાના સમઢીયાળા ગામ પાસે ટ્રેક્ટર ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક ફંગોળાઇ ગયેલ હોય યુવાન
માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા રસ્તા પર લોહીલોહાણ હાલતમાં બેભાન પડેલ હતો. ત્યાથી પસાર થતાં વાહન ચાલકોએ
યુવાનને તાત્કાલીક અન્ય વાહનમાં ઉના ખાનગી હોસ્પીટલે ખસેડવામાં આવેલ ત્યાં સારવાર મળે તે પહેલાજ યુવાનનું મોત નિપજ્યું
હતું. આ અકસ્માતની ઘટનાથી મૃતકના પરીવારજનોમાં શોક પ્રસરી ગયેલ હતો. આ અંગે પોલીસે ટ્રેક્ટર ચાલક સામે કાર્યવાહી હાથ
ધરવા તજવિજ હાથ ધરેલ છે.


