Gujarat

ગીરગઢડાના પીછવી ગામેથી ગે.કા. દેશી જમગરી બંધૂક સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો.

ગીરગઢડાના પીછવી ગામ નજીક તળાવ પાસેથી ગે.કા. દેશી જામગરી બંધૂક સાથે એક શખ્સને જીલ્લા એસ ઓ જી ટીમે પકડી પડી
અને આ બંધૂક ક્યાથી અને કોણે આપી હોવાની વધુ પૂછપરછ હાથ ધરતા વધુ એક શખ્સનું નામ ખુલતા બે શખ્સો સામે પોલીસે
ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગીરસોમનાથ જીલ્લા એસ.ઓ.જી. ટીમ કોડીનાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.કોન્સ. મેહુલસિંહ પરમાર તથા
એ.એસ.આઇ. વિજયભાઇ બોરખતરીયાની સયુકત બાતમી આધારે ગીરગઢડાના પિછવી ગામ નજીક આવેલ તળાવ પાસે અયુબશા
મહમદશા રફાઇ જાતે.મુસ્લીમ ઉવ.૧૯ રહે.પીછવા વાળા પાસેથી ગે. કા. લાયસન્સ કે પરવાનગી વગર દેશી જામગરી બંદૂક-૧
હથિયાર સાથે મળી આવતા પોલીસે પકડી પાડેલ હતો. અને આ અંગે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા આ હથીયાર અલી ઇબ્રાહીમ
લાડક રહે. સાવરકુંડલા વાળો આપી ગયેલ હોવાનું જણાવતા બંને આરોપીઓ વિરૂધ્ધ પોલીસે આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધી
ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

-ગામેથી-ગે.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *