ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનીધી દ્રારા નબળી કામગીરીનો આક્ષેપ કરી યોગ્ય તપાસ કરવા માંગ કરી…
ગીરગઢડાના મહોબતપરા ગામમાં આવેલ આંગણવાડીના ઓરડાનું રેનોવેશનની કામગીરી કરવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં જર્જરીત
આંગણવાડી કેન્દ્રમાં રીનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે આંગણવાડી કેન્દ્ર નં.૧ માં સ્લેબના છત પર ક્પ્ચી
તેમજ કલર કામ કરવામાં આવેલ છે. આ કામગીરીનો તાગ મેળવવા ગ્રામ પંચાયત સરપંચના પ્રતિનિધી માધુભાઇ કાતરીયા ત્યા
પહોચ્યા હતા ત્યારે સ્લેબ ઉપર કપ્ચીમાં અડઘી સીમેન્ટની થેલીનો વપરાશ કરેલ હોય અને કલર દિવાલમાં થપેલા મારી દેતા આ
બાબતે માધુભાઇએ કામ કરનારને પુછપરછ કરતા તેવોએ જવાબ આપેલ હતો કે આ કામ જીલ્લા માથી થઇ રહ્યુ છે. જ્યારે સરપંચને
કોઇજાતની જાણ કરવામાં આવી ન હતી. અને મનફાવે તે રીતે કામગીરી કરી મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો આક્ષેપ
સરપંચ પ્રતિનિધી માધુભાઇ કાતરીયાએ કરેલ હતો. અને વધુમાં જણાવેલ કે આ કામ રૂ. ૧.૬૦ લાખમાં મંજુર થયેલ પરંતુ આ
કામમાં ભ્રષ્ટાચાર આચરી નબળી કામગીરી કરવામાં આવતી હોય આંગણવાડીમાં આવતા ભુલકાઓના જીવનુ જોખમ છે. આવીજ
રીતે સોનારીયા ગામે આંગણવાડીના ઓરડાના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવેલ હોવાનું જણવા મળેલ છે. તેથી ઉચ્ચ
અધિકારી દ્રારા સ્થળ તપાસ કરવામાં આવે તો હકીકતો સામે જોવા મળેશે. આ બાબતે ભુલકાઓના હિતમાં તંત્ર તાત્કાલીક યોગ્ય
તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માધુભાઇ કાતરીયાએ આક્ષેપ કર્યો હતો.
આ ઉપરાંત ઊના ગીરગઢડા તાલુકાની અમુક આંગણવાડી કેન્દ્રમાં તોકતે વાવાઝોડા વખતે ઓરડાઓની બારી દરવાજા તુટી ગયેલ
હોવા છતાં આજ સુધી તંત્ર દ્રારા કામગીરી કરાવામાં આવેલ નથી. તેમજ આંગણવાડી કેન્દ્રની ફરતે કંપાઉન્ડ કરવાની પણ કામગીરી
શરૂ હોય તેમાં પણ નબળી કામગીરી કરવામાં આવતી હોવાથી સ્થાનિક લોકો દ્રારા કામગીરી પણ બંધ કરાવી દીધેલ હોવાનું જાણવા
મળેલ છે. જેથી ભુલકાઓના હિતમાં તંત્ર દ્રારા સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામેલ છે.
