Gujarat

ગીરગઢડાના સોનપરાનો ૩ વર્ષના બાળકને મામાના ઘરની બહાર શ્વાને હુમલો કરી બચકા ભરતા મોત……

કોડીનાર રહેતા મામાના ઘરે હોય ત્યારે બાળક ઘરના બહારના ભાગે રમતી વખતે સાત આઠ શ્વાનના ટોળાએ હુમલો કર્યો….
ઊના – ગીરગઢડાના સોનપરા ગામે રહેતો ત્રણ વર્ષનો બાળક કોડીનાર ખાતે મામાના ઘરે હોય ત્યારે બહારના ભાગે રમતો આ બાળક
પર સાત થી આઠ શ્વાનોના ટોળાએ હુમલો કરતા શરીરના અલગ અલગ ભાગમાં બચકા ભરતા ગંભીર રીતે ઘાયલ થયેલ બાળકનું
મોત નિપજ્યતા પરીવારજનોમાં શોક પ્રસરી ગયેલ હતો.
ગીરગઢડાના સોનપરા ગામે રહેતા સંજયભાઇ કામળીયાનો લાડકવાયો દિકરો પ્રિન્સ ઉ.વ.૩ કોડીનાર ખાતે રેલ્વે સ્ટેશન પાસે રહેતા
તેમના મામા કનુભાઇ બાલુભાઇ સોલંકીના ઘરે હોય ત્યારે ઘરની બહાર પ્રિન્સ પોતાની મસ્તીમાં રમતો હોય એ દરમ્યાન નજીક
આવેલ મેમણ કોલોની બાજુમાં અવાવરૂ જગ્યાએથી સાત થી આઠ શ્વાન અચાનક આવીને પ્રિન્સ પર હુમલો કરી દીધેલ હતો. અને
આ બાળકના પેટ, વાસા, છાતી, ગળા સહીતના શરીરના અલગ અલગ ભાગોમાં શ્વાને બચકા ભરતા આજુબાજુના લોકોને નજરે
પડતા તાત્કાલીક શ્વાનને ભગાડેલ હતા. અને આ ગંભીર ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલીક પ્રથમ કોડીનારની આર.એન. વાળા
હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યા ડોક્ટરને મૃત જાહેર કરેલ હતો. બાળકના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પીટલે
ખસેડવામાં આવેલ. આમ બાળકના મોતની ઘટના બનતા પરીવારજનોમાં શોક પ્રસરી ગયેલ હતો. આમ રખડતા શ્વાનને માસુમ
બાળકને ફાડી ખાતા પરીવારજનો તેમજ લોકોમાં ભારે આક્રોસ ફેલાયેલ હતો. આવા રખડતા શ્વાનને તાત્કાલીક પકડી પાડી દૂર
ખસેડવા માંગ ઉઠવા પામેલ…

-વર્ષના-બાળકને-મામાના-ઘરની-બહાર-શ્વાને-હુમલો-કરી-બચકા-ભરતા-મોત-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *