કુલ નં.૧૯૩ ચિજવસ્તુ સામાન સાથે રૂ.૭૭,૨૯૨ નો મુદામાલ કબ્જે કર્યા.. ગીરગઢડામાં કોઇપણ માન્ય સંસ્થાની ડિગ્રી કે સર્ટીફિકેટ
વગર ઉઘાડાપગા ડોક્ટર પોતાના નામે ક્લીનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ ડોક્ટર ઝડપાતા ગીરગઢડા પોલીસે
આ શખ્સની આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.
ગીરગઢડા રહેતો હરેશ હકા ડાભી પોતાના નામે મહાકાળી ફરસાણની બાજુમાં આરોગ્ય હોસ્પીટલ પાસે બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટીસ
કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર આ શખ્સ નામ વગર ક્લીનીક હોવાની બાતમી આધારે તાલુકા બ્લોક હેલ્થ ઓફીસરે ત્યા
જઇ તપાસ કરી પુછપરછ કરતા કોઇપણ માન્ય સંસ્થાની ડિગ્રી કે સર્ટીફિકેટ વગર ડોક્ટરની ક્લીનીકમાં અલગ અલગ મેડીકલને લગતા
સાધનો વડે દર્દીઓની તપાસ કરી દવાઓ આપી રૂપિયા લઇ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોય અને ઓથોપેથીકની અલગ
અલગ દવાઓ, બોટલો તેમજ ઇન્જેક્શનો સહીત કુલ. નં. ૧૯૩ ચિજવસ્તુઓ મળી આવેલ હતી. જેની કિ.રૂ. ૭૭,૨૯૨ ના
મુદામાલ કબ્જે કરી આ બોગસ ડોક્ટર વિરૂધ તાલુકા હેલ્થ ઓફીસર વિપુલભાઇ દુમાતરે ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાવતા
પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.
