ગીરગઢડામાં આવેલ એક હોટલમાં કામ કરતો યુવાન રાત્રિનાં સમયે ઉપરનાં ભાગે લોબીમાં સુતી વખતે અચાનક નીચે
પડતા ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત નિપજ્યું હતું. મૃતક યુવાનનું પી એમ માટે ઉના સરકારી હોસ્પિટલે ખસેડવામાં
આવેલ.
ગીરગઢડામાં આવેલ રામનગરી હોટલમાં રસોઈ બનાવાની કામગીરી કરતા માનબહાદુર ઉર્ફે માનસિંગ રતેભા ભાઠો
ઉ.વ.૩૫ નેપાળવાળો, ૨૧ દિવસ પૂર્વે હોટેલમાં રસોઈ બનાવવા માટે નોકરી એ લાગ્યો હોય અને રાત્રીનાં સમયે ભારે
ગરમીનાં ઉકળાટના કારણે હોટલનાં ઉપરનાં રૂમના બહારના ભાગે આવેલ લોબીમાં સૂતો હતો. અને ઘોરનિન્દ્રમાં આ
યુવાન હોય એ વખતે અચાનક લોબી ઉપરથી નીચે પટકાતા હાથ પગ અને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોચી હતી.
આ બનાવની જાણ હોટલમાં રહેતા સ્ટાફ તેમજ હોટેલ માલિકને તથા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયેલ. અને યુવકને
તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરેલ અને પી એમ અર્થે ઉના હોસ્પિટલે
ખસેડવામાં આવેલ આ ઘટના અંગે મૃતક યુવનનાં પરિવારને જાણ કરવામાં આવી હતી. આ બનાવ બનતાં મૃતકનાં
પરીવારજનોમાં ભારે શોકનું મોજું ફળી વળ્યું હતું. આ અંગે દિલભર ઉર્ફે પ્રકાશ કલેભાઇ કામીએ ગીરગઢડા પોલીસ
સ્ટેશનમાં જાહેર કરેલ છે.