જિલ્લા તિજોરી કચેરી ગીર સોમનાથ મારફત પેન્શન મેળવતા પેન્શનરશ્રીઓને સદરહુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે તમામ પેન્શનરોએ જે બેંકમાંથી પેન્શન મેળવતા હોય ત્યાં રૂબરૂ જઇ તા.૦૧/૦૫/૨૦૨૩ થી તા.૩૧/૦૭/૨૦૨૩ સુધીમાં હયાતિની ખરાઇ કરાવી લેવી તથા પેન્શનરોને જાણવાજોગ પેમ્ફલેટની નકલ મેળવી લેવી અન્યથા હયાતિની ખરાઇ નહિ થવાથી માટે ઑગસ્ટ ૨૦૨૩ થી હયાતીની ખરાઇ કરાવ્યા સુધી પેન્શન બંધ કરવામાં આવશે.
જેમની વાર્ષિક આવક આવકવેરાપાત્ર હોય તેવા તમામ પેન્શનરશ્રીઓએ તેમની આવકમાંથી મજરે લેવાપાત્ર રકમ અંગે કરેલા રોકાણ ના સાધનીક આધારો સહ રોકાણની વિગતો,પાનકાર્ડની નકલ વગેરે જિલ્લા તિજોરી કચેરી – ગીર સોમનાથને પહોંચતી કરવાની રહેશે નિયત સમયમર્યાદામાં રોકાણની વીગતો કચેરી ખાતે રજુ કરવામા નહિ આવેતો આવકવેરાના નિયમોનુસાર જરૂરી TDSની કપાત કરવામાં જેની સર્વે પેન્શનરશ્રીએ ખાસ નોંધ લેવી.તેમ જિલ્લા તિજોરી કચેરીની એક યાદીમાં જણાવ્યું.
