અમદાવાદ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેઓની કોમનમેનની ઇમેજનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઘટના બાદ ઝ્રસ્ની સાદગીના ઁસ્ મોદીએ પણ વખાણ કર્યા છે. ઁસ્એ ટ્વીટ કરી સીએમની સાદગીનાં વખાણ કરતાં તેઓના વિશે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાર્વજનિક જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે.મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે. હું તેમના પુત્ર અનુજ ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું. મહત્વનું એ છે કે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને ગત ૭ મેના રોજ રવિવારે અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ તેઓને વધુ સારવાર માટે ૧ મેના રોજ એર એમ્બ્યુલન્સથી મુંબઈ લઈ જવાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર હાલ મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહત્ત્વનું મુખ્યમંત્રીએ આ ફ્લાઇટ ૧૦૮ની મદદથી બુક કરી હતી.