Gujarat

ગુજરાતના અનુસૂચિત જાતિના ૮૦૩ લાભાર્થીઓની રૂ.૨૫.૧૩

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગરની વિવિધ યોજનાઓમાં લાભાર્થીઓની પસંદગી કરવા માટે આજરોજ સામાજીક ન્યાય અને અધિકારીતા અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે અને રાજ્ય કક્ષાના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ભીખુસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કોમ્પ્યુટરાઇઝડ ડ્રો ગાંધીનગર ખાતે યોજાયો હતો.ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગરની ભારત સરકારના દ્ગજીહ્લડ્ઢઝ્ર નવી દિલ્હીના સહ્યોગી યોજનાઓમાં ટ્રેક્ટર વીથ ટ્રોલી યોજનામાં ૧૧૯ લાભાર્થીઓને રૂ.૮.૪૮ કરોડ, ફોર વ્હીલર પેસેન્જર ટેક્ષી યોજનામાં ૨૨ લાભાર્થીઓને ૧.૩૬ કરોડ અને થ્રી વ્હીલરની યોજનાઓમાં ૨૭૩ લાભાર્થીઓને રૂ.૫.૫૭ કરોડ એમ મળીને કુલ રકમ રૂ.૧૫.૪૧ કરોડના ધિરાણ માટે કુલ ૪૧૪ લાભાર્થીઓની પસંદગી માટે કોમ્પ્યુટરાઇઝ્‌ડ ડ્રો કરવામાં આવ્યો હતો. આ સાથે રાજ્ય સરકાર સાયિત યોજનાઓમાં થ્રી વ્હીલરની યોજનાઓમાં રકમ રૂ.૯૭૨ કરોડના ધિરાણ માટે કુલ ૩૮૯ લાભાર્થીઓની પસંદગી કરવા કોમ્પ્યુટરાઇઝ્‌ડ ડ્રો કરવામાં આવ્યો હતો. આમ, બન્ને યોજનાઓ મળીને કુલ ૮૦૩ લાભાર્થીઓને કુલ રકમ રૂ.૨૫.૧૩ કરોડનું ધિરાણ કરવા માટે ડ્રો યોજાયો હતો.તે ઉપરાંત ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર મારફત ધિરાણ પામેલ લાભાર્થીઓને વસુલાતના હપ્તા ભરવા માટે ઘરે બેઠા ઓનલાઈન પોતાના મોબાઈલથી વસુલાતનો હપ્તો ભરી શકે તે માટે પેમેન્ટ ગેટ-વેની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેનો પણ આજથી શુભારંભ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, ૈંછજી, નિગમના મેનેજીંગ ડિરેક્ટર પ્રકાશ સોલંકી, ૈંછજી (નિવૃત્ત). અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક રચિત રાજ, ૈંછજી તેમજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *