Gujarat

ગુજરાતના તમામ નાગરિકોને પૂરતું અને સમયસર અન્ન મળી રહે એ માટે સરકાર કટિબદ્ધ ઃઅન્ન નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમાર

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું છે કે, સર્વજન હિતાય, સર્વજન સુખાય સૂત્રને ચરિતાર્થ કરીને નિર્ણાયક અને સંવેદનશીલ સરકારે રાજ્યના તમામ નાગરિકોને પૂરતું અને સમયસર અન્ન મળી રહે એ માટે મક્કમ નિર્ધાર કરીને સમય બદ્ધ આયોજન કર્યું છે.
ગુજરાત વિધાનસભા ખાતે અરવલ્લી જિલ્લામાં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ લાભાર્થી જનસંખ્યાના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યું કે, આ એક્ટ હેઠળ તા. ૩૧/૦૧/૨૦૨૩ની સ્થિતિએ અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૫,૮૪૧ લાભાર્થી કુટુંબોની ૨૫,૦૯૪ જનસંખ્યાને આવરી લેવાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *