Gujarat

ગુજરાતના ફૂટબોલની ઇન્ડિયન વિમેન્સ લીગનું આયોજન, દેશભરમાંથી ૧૬ ટીમો લેશે ભાગ

અમદાવાદ
ગુજરાતમાં પહેલીવાર ફૂટબોલની ઇન્ડિયન વિમેન્સ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૬ એપ્રિલથી ૨૧ મે સુધી ૧૬ ટીમો વચ્ચે ઇન્ડિયન વિમેન્સ લીગ રમાશે. અમદાવાદમાં શાહીબાગ પોલીસ હેડકવાર્ટર સ્ટેડિયમ અને ટ્રાન્સસ્ટેડિયા, કાંકરિયા ખાતે ફૂટબોલ મેચ રમાશે. ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એ.આઇ.એફ.એફ.)ના ઇન્ડિયન વિમેન્સ લીગ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ રમાશે. મહિલા ફૂટબોલ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી ૧૬ ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાતમાં પ્રથમવાર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના યજમાનપદે અને સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી થશે. આ ટુર્નામેન્ટના માટે અમદાવાદના આંગણે દેશની ૪૦૦ જેટલી ધુરંધર મહિલા ફૂટબોલ ખેલાડીઓ પહોંચી છે. અલગ અલગ ટીમો મહત્તમ ૩ વિદેશી ખેલાડીઓનો સમાવેશ પણ કરી શકશે. ભારતીય ખેલાડીઓને નેપાળ, કેન્યા, ઘાના, કેમરૂન, અમેરિકા, મલેશિયાના ખેલાડીઓ સાથે રમવાની તક મળશે. ૧૬ ટીમોમાંથી જે કલબ વિજેતા થશે તેને એશિયન ફૂટબોલ કંફેડરેશન વિમેન્સ ક્લબ ચેમ્પિયનશીપમાં રમવાની તક મળશે. ભારતીય સિનિયર ફૂટબોલ ટીમના સ્કાઉટ્‌સ હાજર રહી સારા ખેલાડીઓની પસંદગી પણ કરશે, જેમને હ્લૈંહ્લછ વર્લ્ડકપ ક્વોલિફાયર માટેની ભારતીય વિમેન્સ ફૂટબોલ ટીમમાં સામેલ થવાની તક મળશે.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *