Gujarat

ગુજરાતનું જગવિખ્યાત શક્તિપીઠ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે કરોડો યાત્રિકોની આસ્થાને ઠેસ

*અંબાજી મંદિરમાં મોહનથાળ નો મહાપ્રસાદ દેવસ્થાન ટ્રસ્ટ ના વહીવટકર્તાઓ દ્વારા કરાયો બંધ*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી માતા દેવસાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે વર્ષોથી ચાલતી આવતી પરંપરા એટલે કે માઁ અંબાના પ્રસાદ તરીકે મહાપ્રસાદ મોન થાય માતાજીને ધરાયા પછી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને પ્રસાદ કેન્દ્ર થી  પ્રસાદની વહેંચણી કરવામાં આવે છે મહાપ્રસાદ મોહનથાળ દેશ વિદેશમાં યાત્રાધામ અંબાજીની મહાપ્રસાદ તરીકે ઓળખ ધરાવે છે અંબાજી માતા દેવતા ટ્રસ્ટ દ્વારા મંદિર મોહનથાળ નો પ્રસાદ બંધ કરવા નો નિર્ણય લેવામાં આવ્યો છે તે યોગ્ય નથી અંબાજી ગામ જનોમાં આ નિર્ણય વિરોધ કરવામાં આવ્યો છે તથા અંબાજી દર્શન આવતા યાત્રિકો દેશ-વિદેશ ના તેમને પણ મહાપ્રસાદ મોહનથાળ બંધ કરવાના નિર્ણયનો શ્રી આરાસુરી અંબાજી માતા મંદિરની વર્ષો જુની પરંપરા અને આગવી ઓળખ ધરાવતો મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવા માટે અંબાજી માતા દેવસા ટ્રસ્ટ ચેરમેન બધી દેવસ્થાન ટ્રસ્ટને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજના સમયે માઁ અંબાના આ મોહનથાળનો પ્રસાદ વિશ્વ વિખ્યાત થયેલ છે અને હાલમાં દેશ—વિદેશમાં તેની ભારે માંગ રહેલી છે અને તેની સાથે સાથે માં અંબાજીના માઈભકતો માટે આ મોહનથાળનો પ્રસાદ એક આગવી શ્રદ્રાનું કેન્દ્રબિંદુ છે અને આ મોહનથાળનો પ્રસાદ એટલે માઈભકતો માટે માં અંબાજીના સાક્ષાત દર્શન સમો આભાસ કરાવે છે.  મોહનથાળનું પેકેટ જોઈને જ શ્રધ્ધાથી માઈભકતોનું માથું નમી જાય છે. આમ માઈભકતો આજના મોહનથાળના પ્રસાદને માઁ અંબાનું સ્વરૂપ માનીને માઁ અંબાના સાક્ષાત દર્શનની પણ અનુભુતિ કરતા હોય છે. જેથી માઁ અંબાજીના પટાંગણમાં મોહનથાળનું જે કાયમી અને ઉચ્ચ સ્થાન રહેલ હોવાથી મોહનથાળના પ્રસાદનો અવિસ્મણીય અને અકલ્પનીય મહિમા અને શ્રધ્ધા રહેલ હોવાથી આવી ભક્તિમય પરંપરા નિભાવતા મોહનથાળના પ્રસાદ તરીકે માઁ અંબાજી મંદિરમાં તેનું કાયમી ધોરણે પરંપરા મુજબ વિતરણ ચાલુ રાખવા અંબાજી ગામ જનો તથા લાખો કરોડો યાત્રિકો મહાપ્રસાદ મોહનથાળ સાથે આસ્થા જોડાયેલી છે
# *મોહનથાળ ની પ્રસાદી અંબાજી મંદિરમાં ક્યારથી થઈ શરૂ*#
ભારત આઝાદ થયું અને 1952 થી મંદિર મુંબઈ રાજ્ય હસ્તક થયું અને દાંતા દરબાર અને સરકાર વચ્ચે ની લાંબી કાનૂની લડાઈ બાદ 1959 માં અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટ બનાવી ને વહીવટ ચાલુ થયો ત્યાર થી યાત્રાળુ ભેટ લખાવે તો મોહનથાળ નો પ્રસાદ આપવાનો ચાલુ થયો અને આજ સુધી આ પ્રસાદ વેચાતો હતો  ભેટ લખાવાનાર ને મોહનથાળ નો પ્રસાદ આ મંદિર સરકાર હસ્તક આવ્યું ત્યાર થી મોહનથાળ નો પ્રસાદ મળે છે જો મોહનથાળ બંધ કરવો હોય તો દરેક હિંદુ પોતાના ઘરે ભગવાન ને ભોગ ધરાવે જેમાં સુખડી લાડુ લાપસી શીરોનો ભોગ ધરાવે છે આજ દિન સુધી ભગવાનને ચીકી નો ભોગ ધરાવતું નથી પ્રસાદ એનેજ કહેવાય કે જે ભગવાન ને ધરાવ્યા પછી વધે એને વહેંચો એ પ્રસાદ કહેવાય છ
# *દેવસ્થાન ટ્રસ્ટ યાત્રિકોની આસ્થા સાથે અખતરા કરશે તો નહિ ચાલે*#
 હાલના યુગમાં ભગવાન થી ડર હતો એટલે બીજી જગ્યા એ થી લૂંટીને પાપ થી કમાયેલા ધન નો ઉપયોગ મંદિરો માં થોડો ભાગ ચડાવી ને કરેલા પાપ નુ પાયાચ્છીત કરતા અને લૂંટવા માં ધાર્મિક સ્થાનો ઉપર નજર પણ ના નાખતા અને હવેતો ધાર્મિક સ્થાનો થકી જ ધન કમાવવા ની હોડ લાગી છે એનું સચોટ ઉદાહરણ આ ચીકી બનાવતી એજન્સી અને અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટ ની આ કામગીરી જોતા એવું જ લાગે છે આજ પણ અંબાજી મંદિરના કામો માં કેટલાક લોકો ઍક રૂપિયો પણ ફ્રી તરીકે લેતા નથી કે જેમની ફી બજાર માં લાખ્ખો રૂપિયા હોય છૅ એવા લોકો આજે પણ આર્કિટેક ઓડિટર ઘરેણાં ધોવાના બનાવવા નાં સોની કુટુંબો માતાજી ની સેવા વિનામૂલ્યે કરે છે અને કેટલાક કમિશન આપી ને કરોડો રૂપિયા મંદિર મા થી કમાવવા ની આશા રાખે છે પહેલા કહેવાતા હિંદુવાદી ઓ ના મતે હિંદુ વિરોધી સરકાર માં પણ આસ્થા શ્રદ્ધા ને ઠેસ પહોંચે એવા હિંદુ ની લાગણી ને આઘાત આપતા આ નિણર્ય હિન્દુત્વ ની સરકાર માં લેવાય અને હિંદુ ઓ ના આગેવાનો સંસ્થા ઓ પણ વિરોધ ના કરે એ નવાઈ પમાડે એવું છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

PicsArt_03-03-09.57.15-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *