Gujarat

ગુજરાતમાં આઈપીએસ, સ્ટેટ મોલીટરીંગ સેલના પોલીસ કર્મચારીઓના ફોન ટ્રેક મામલે ગુજરાત હાઈકોર્ટે કોન્સ્ટેબલોની અરજીને ફગાવી દીધી

અમદાવાદ
ગુજરાતમાં આઈપીએસ, સ્ટેટ મોલીટરીંગ સેલના ઉચ્ચ અધિકારી સહિતના પોલીસ કર્મચારીઓના ફોન ટ્રેક મામલે ગુજરાત હાઈકોર્ટે કોન્સ્ટેબલોની અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે આરોપીઓના ગંભીર ગુનાઈત કૃત્ય અને કાવતરાની મોડેસ ઓપરેન્ડીની ટીકા કરી હતી. હાઈકોર્ટે કડક વલણ અપનાવતા એક આરોપીએ પોતાની અરજી પાછી ખેંચી હતી. ભરુચ લોકલ ક્રાઈમ બ્રાંચના બે પોલીસ કોન્સ્ટેબલો દ્વારા પોલીસ અધિકારીઓના મોબાઈલ ફોન ટ્રેક કરવાના મામલે હાઈકોર્ટે સુનવણી હાથ ધરી હતી. આ બંને કોન્સ્ટેબલે ફરિયાદ રદ્દ કરવામાં માટે અરજી કરી હતી જેનો હાઈકોર્ટે સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. આ પહેલા રાજ્ય સરકારે પણ પણ આ બંને કોન્સ્ટેબલોની અરજીનો વિરોધ કર્યો હતો. આ બંને કોન્સ્ટેબલો પર એક વર્ષથી લઈ આજીવન કેદની સજાની જાેગવાઈઓ કરતા કલમો ફરિયાદમાં દાખલ કરાવામાં આવી છે. ભરુચની એલસીબીની ટેક્નિકલ સર્વેલન્સમાં રહેલા બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકી રુપિયા લઈને બુટલેગરોને પોલીસના લોકેશનની માહિતી આપવાનું કાંડ કર્યુ હતું. રાજ્યમાં જાસુસીકાંડનો ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. ભરુચના બે કોન્સ્ટેબલ ઉચ્ચ અધિકારીઓના ફોનને ટ્રેક કરીને દરોડા પૂર્વે જ બુટલેગર અને કેમીકલ માફિયાઓને માહિતી આપતા હતા. આ કેસમાં દક્ષિણ ગુજરાતના કુખ્યાત બુટલેગર ચકા ઉપરાંત ૨૦ જેટલા બુટલેગરો, ૧૦ જેટલા લોકલ કોમીકલ માફિયા માટે છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી કામ કરતા હતા અને મોટો હપ્તો મેળવતા હતા.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *