ગાંધીનગર
ગુજરાતમાં શનિવારથી ભાજપના જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી. નડ્ડા અલગ અલગ જગ્યાએ જનસભાને સંબોધશે.પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને ૯ વર્ષ પૂર્ણ થયા છે. જે અંતર્ગત ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર પણ જનસભા કરવામાં આવશે. આ ઉપરાંત વિશિષ્ઠ નાગરિક સંપર્ક પ્રબુદ્ધ સંમેલન થશે. જેમાં વિકાસ કાર્યો સાથે ફરી લોકો સુધી પહોંચી લોકો સાથે વાર્તાલાપ પણ કરવામાં આવશે. ઉપરાંત વિધાનસભા લેવલ પર અલગ અલગ સંમેલનનું આયોજન કરાશે.ઉલ્લેખનીય છે કે લોકસભા ઇલેક્શનને લઇને ભાજપના મિશન ૨૦૨૪નો પ્રારંભ કર્યો છે. જેમાં અમદાવાદના ટાગોર હોલમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ કારોબારીની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતુ. બેઠકમાંમાં ભાજપે ‘૯ સાલ, બેમિસાલ’ના સૂત્ર સાથે લોકો સુધી પહોંચવાનો સંકલ્પ લીધો હતો . સાથે જ આ સ્લોગન લોકો સુધી કેવી રીતે પહોંચાડવું તે અંગે ચર્ચા કરવામાં આવી.આપને જણાવી દઈએ કે, ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ ૨૬ બેઠક પર જીત મેળવી હતી. ત્યારે આગામી ચૂંટણીમાં પણ આવી જ ઐતિહાસિક જીત મળે તેને લઈને રણનીતિ બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ૧૫૬ બેઠક પર ભાજપ જીત્યું હતુ. તેથી લોકસભામાં પણ આ પ્રકારની જીત મળે તે માટે કવાયત હાથ ધરવામાં આવશે.આ અંગે માહિતી આપતા ભાજપ નેતાએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૪ પહેલા દેશ આંતરિક અને બાહ્ય સમસ્યા થી ઘેરાયેલો હતો. ભાજપે સત્તામાં આવી વિકાસની રાજનીતિ દેશમાં પ્રસ્થાપિત કરી છે. વર્ષ ૨૦૧૪માં મે મહિનામાં પીએમ મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. જે અપેક્ષાઓ હતી એ પૂર્ણ કરી છે. ત્યારથી જેટલી પણ ચૂંટણી આવી તેના મેનીફેસ્ટોમાં જે સંકલ્પ હતા એ ૯ વર્ષમાં પૂર્ણ થયા છે.એ રામમંદિર હોય કે કલમ ૩૭૦ ની વાત હોય કે જીરો ટોલરન્સથી આતંકીઓ ને જવાબ આપવાની વાત હો. તેમજ પાડોશી દેશો સાથે સારા સબંધ, વિદેશનીતિ, રોજગાર શિક્ષણ આરોગ્ય , મહિલા સશકિતકરણ આવા અસંખ્ય વિષયમાં અભૂતપૂર્વ કામ કરી જનતાનો પ્રેમ મેળવ્યો છે અને એમની અપેક્ષા પૂરી કરી છે.


