Gujarat

ગુજરાતમાં ચકચાર મચાવનાર ડમીકાંડમાં આ હોંશિયાર વિદ્યાર્થીને કારણે શરદ અને પી.કે નામના એજન્ટો કમાયા છે કરોડો રૂપિયા

ભાવનગર
ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર ડમીકાંડમાં એજન્ટો એ જેનો સૌથી વધુ ઉપયોગ કર્યો એ હોંશિયાર વિદ્યાર્થી મિલન ઘુઘાભાઈ બારૈયાને કારણે શરદ અને પી.કે નામના એજન્ટો કરોડો રૂપિયા કમાયા છે. આ મિલન ઘુઘા બારૈયાના ઘરમાં બે ટંક ખાવા ના પણ સાંસા પડે છે. તેના માતા-પિતાએ જણાવ્યું હતું, મિલન નું સ્વપ્ન હતું ડોકટર બનવાનું પરંતુ ઘરની પરિસ્થિતિ સારી ના હોવાના કારણે તેનું ડોકટર બનવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું. આર્થિક નબળી સ્થિતિના કારણે મજબૂરીમાં ગેરકાયદે કામોમાં સાથ દેવો પડયો હતો. ભાવનગરના ડમીકાંડમાં વધુ ૫ લોકોની પોલીસે કરી ધરપકડ. પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મંગાશે. ડમીકાંડમાં અત્યાર સુધી ૩૨ લોકોની કરાઈ ધરકડ. મિલન ઘુઘા બારૈયા મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ગામે રહે છે, ગરીબાઈ ના કારણે તેના માતા પિતા એક કાચા મકાનમાં રહે છે, થોડા ઘણા વાસણો, પહેરવા ઓઢવાં ના સીમિત કપડાં સાથે તેઓનું જીવન નિર્વાહ થઈ રહ્યું છે. ઘરમાં એક માત્ર કાથીનો ખાટલો છે. મિલનના માતાપિતા કાળી મજૂરી અને ખેત કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે, તેની માતા આશાબેન અને પિતા ઘુઘાભાઈ એ રડતા રડતા જણાવ્યું હતું. કે મારા દીકરાને ભણાવી ને ડોકટર બનાવવો હતો. અને તેને વડોદરા ની મેડિકલ કોલેજમાં એડમિશન પણ મળી ગયું હતું, સાથે નાના ભાઈ ને પણ ભણાવવાનો હતો, પરંતુ ઘરની પરિસ્થિતિ એવી સારી નોહતી કે જેના કારણે એ પોતાના સપના સાકાર કરી શકે અને એ માટે જ એ ભણવા ના ગયો. મિલન બારૈયા નો ઉપયોગ કરી ને શરદ અને પીકે નામના એજન્ટો કરોડો રૂપિયા કમાયા છે, અને આ કામ પેટે મિલન ને પણ દોઢ લાખ જેવી રકમ મળી હોવાનું બંને એ જણાવ્યું હતું, પરંતુ મિલન ના માતાપિતા ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ કામ થકી એક પણ રૂપિયો મિલનને મળ્યો નથી. મિલન બારૈયા નાનપણથી જ ખૂબ હોંશિયાર વિદ્યાર્થી હતો, અને ગામમાં પણ એક હોંશિયાર ભણેલા યુવાન તરીકે લોકોની સહાનુભૂતિ મળતી હતી. તેને ૧૨ સાયન્સ પછી મેડિકલ માં પણ એડમિશન મળી ગઈ હતું. પરંતુ ઘરના આર્થિક સંજાેગો અને ગરીબાઈ ના કારણે તે આગળ ભણી ના શક્યો. આવા હોંશિયાર વિદ્યાર્થી મિલન બારૈયા થોડા ઘણા રૂપિયા ની લાલચ કે કોઈના અહેસાન નીચે દબાઈ જઈને ગેરમાર્ગે દોરાયો હતો, તેણે શરદ અને પીકે ના કહેવાથી ૭ વખત ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી અને પાસ પણ થયો હતો, અને જેના કારણે તેણે ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી તેઓ અત્યારે સરકારી નોકરી કરી રહ્યા છે. મિલન બારૈયા એટલો હોંશિયાર હતો કે જેને ૧૦ ની હોય કે ૧૨ ની કે પછી ફિઝિક્સ ની હોય તમામ પરીક્ષાઓ પાસ કરી હતી. તેણે પરીક્ષા આપી જે વિદ્યાર્થી માટે પાસ થયો હતો એવો એક વિદ્યાર્થી તો હાલમાં પણ ફિલિપાઇન્સ માં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે. શરદ અને પીકે નામના એજન્ટોના કહેવાથી મિલન બારૈયા એ જે લોકો માટે પરીક્ષા આપી તેવાઃ ૧, દેવર્ષિ માટે ધોરણ ૧૨માં ફિઝિક્સ ની., ૨, ધોરણ ૧૨ આર્ટસમાં અંગ્રેજીની પરીક્ષા., ૩, કવિત રાવ માટે લેબ, ટેકનીશ્યન ની., ૪, ભાવેશ જેઠવા માટે પશુધન નિરીક્ષક ની., ૫, અશ્વિન સોલંકી માટે વન રક્ષકની., ૬, અમરેલીમાં પણ ધોરણ ૧૦ ની પરીક્ષા., ૭, રાજ ભાલીયા માટે ધોરણ ૧૨ સાયન્સ ની. આપી હતી પરીક્ષા.. મિલન બારૈયા માત્ર ૧૯ વર્ષનો હોંશિયાર વિદ્યાર્થી છે, જેના રૂપમાં સમાજ ને એક સારો તબીબ મળવો જાેઈતો હતો પરંતુ, આર્થિક પરિસ્થિતિ, ગરીબાઈ અને વિષમતા ના કારણે તે ગેરમાર્ગે દોરાયો અને ગુન્હેગાર બની ગયો, અને જેલની સજા ભોગવવાનો વારો આવ્યો. પરંતુ તેની આ સ્થિતિ માટે હાલ ની શિક્ષણ વ્યવસ્થાને જ જવાબદાર ગણી શકાય.

File-01-Paga-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *