Gujarat

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા નેશનલ કક્ષા ગુજરાત સ્ટેમ ક્વિઝ ભવ્ય સ્પર્ધા યોજાઈ

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર  દ્વારા વિદ્યાર્થીઓ માં વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરીંગ અને ગણિત  ક્ષેત્રમાં જ્ઞાન માં અભિવૃદ્ધિ થાય તેવા આશય થી સમગ્ર ભારતના રાજ્ય માટે ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે સ્ટેમ ક્વિઝ સ્પર્ધા નો આયોજન સાયન્સ સીટી અમદાવાદ ખાતે કરવામાં આવેલ હતું

        જૂનાગઢ જિલ્લામાંથી પ્રતિભાશાળી રસ ધરાવતા ૨૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ નું રજીટ્રેશન થયેલ હતું. જેમાં દરેક તાલુકા કક્ષા ક્વિઝ લઈ અને તેમાંથી ૧૦ વિદ્યાર્થીઓને પસંદ કરવા માં આવ્યા હતા.રાજ્ય કક્ષા એ  ૯૨ ની પસંદગી કરવામાં આવી હતી. જેમાં થી ૩૯ વિદ્યાર્થીઓ જૂનાગઢ જિલ્લામાંથી પરીક્ષા આપી અને રાષ્ટ્રીય કક્ષા એ પસંદગી પામ્યા હતા. જેઓ ને તા.૩૦ મેં ના રોજ અમદાવાદ સાયન્સસિટી ખાતે ક્વિઝ સ્પર્ધા માં ભાગ લીધો હતો. સાથે દરેક વિદ્યાર્થીઓ ને તાલુકા માં પ્રથમ આવનાર ને ટેબ્લેટ,  દ્વિતીય તૃતીય ચોથે ક્રમે આવનાર ને ટેલિસ્કોપ અને પાંચ છઠા ક્રમે આવનાર ને ડ્રોન અને જ્યારે સાત થી લઈ ને દશ ક્રમ સુધી ને રોબોટિક્સ કીટ આપવા આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું  ગુજકોષ્ટ દ્વારા આયોજન કરવા માં આવ્યું હતું. આ તકે ઉત્તીર્ણ થનાર ૯૨ વિધાર્થીઓને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકતાનંદજી બાપુ તથા ચેરમેન  ગિજુભાઈ ભરાડ દ્વારા વિદ્યાર્થીઓ ને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમ બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ ના પ્રતાપસિંહ ઓરાની યાદીમાં જણાવ્યું હતું.

gujarat-kviz-spardha-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *