Gujarat

ગુજરાત પોલીસને વધુ સુદ્રઢ અને અસરકારક બનાવવા બે વર્ષમાં સીધી ભરતીથી વિવિધ સંવર્ગોની કુલ ૧૧,૯૭૮ જગ્યાઓ ભરવામાં આવી

ગાંધીનગર
ગુજરાત પોલીસ દળને વધુ મજબૂત, સુદ્રઢ તેમજ અસરકારક બનાવવા માટે છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા જુદા-જુદા સંવર્ગોમાં સીધી ભરતીથી કુલ ૧૧,૯૭૮ જગ્યાઓ ભરવામાં આવી છે. ગુજરાત બજેટ સત્ર ૨૦૨૩-૨૪ દરમિયાન વિધાનસભા ગૃહ ખાતે રાજ્યના પોલીસ દળના વિવિધ સંવર્ગોમાં ભરતી અંગેના પ્રશ્નમાં આ અંગેની લેખિત માહિતી ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવી છે.

આ વિગતો અનુસાર છેલ્લા બે વર્ષ દરમિયાન ગુજરાત પોલીસની બિન હથિયારી પોલીસ અધિક્ષકની ૪૧, બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટરની ૯૬, બિન હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેકટરની ૩૦૦, હથિયારી પોલીસ ઇન્સ્પેકટર (જીઇઁહ્લ)ની ૭૨, ઈન્ટેલીજન્સ ઓફિસરની ૨૭, બિન હથિયારી આસીસ્ટન્ટ સબ-ઇન્સ્પેકટરની ૯૮૩, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ૫૨૧૨, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ૭૯૭ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (જીઇઁહ્લ)ની ૪૪૫૦ જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *