તસ્વીર અહેવાલ : નિસાર શેખ,મહુધા
ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મ દિવસ નિમિત્તે મહુધા શહેર અને તાલુકા યુવા મોરચા દ્વારા મહુધા પટેલવાડી ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું સાથોસાથ મહુધા તાલુકા ભાજપા સંગઠન અને મહુધા શહેર ભાજપા સંગઠન દ્વારા મહુધા શહેર મંડળના વોર્ડ નંબર – 6 નાં આદિવાસી વિસ્તારમાં જરૂરિયાતમંદ ભાઈઓ અને બહેનો ને ચંપલ , કેળા અને બિસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા , મહુધા તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ નિલેશભાઈ પટેલ , મહુધા શહેર ભાજપા સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ , ઉપપ્રમુખ રશ્મિ કાન્ત શાહ , મહુધા શહેર પ્રભારી શીતલબેન ભટ્ટ , જિલ્લા મહિલા મોરચા ઉપપ્રમુખ વિધી બેન પટેલ , મહામંત્રી મધુભાઈ રબારી , મહામંત્રી પંકજભાઈ ત્રિવેદી , મહુધા શહેર યુવા મોરચા પ્રમુખ હર્ષ બ્રહ્મભટ્ટ , મહેશભાઈ પટેલ , અલ્પેશભાઈ , મલહાર , વિકાસભાઈ તેમજ સંગઠનના તમામ હોદ્દેદારો , જિલ્લા હોદ્દેદારો અને નગરપાલિકાના ચૂંટાયેલા અને હારેલા ભાજપા સંગઠનના ભાઈઓ તથા દરેક મોરચાના પ્રમુખ , મહામંત્રી ઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


