Gujarat

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 2023 ની આવનારી એસએસસી અને એચએસસી ની પરીક્ષાઓના માર્ગદર્શન માટે છોટાઉદેપુર જિલ્લાની અંદર સ્થળ સંચાલકો મીટીંગ યોજવામાં આવી હતી 

છોટાઉદેપુર નગરના એસએફ હાઈસ્કૂલ ખાતે માર્ચ મહિનામાં યોજાનાર બોર્ડની પરીક્ષાના આયોજન બાબતે જિલ્લાના સ્થળ સંચાલકોની મીટીંગ યોજાઇ હતી આ મીટીંગ આવનારી જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓની અંદર સફળ સંચાલન થાય વિદ્યાર્થીઓને કોઈપણ જાતનો દર વગર સારી રીતના પરીક્ષાઓ આપી શકે એ દિશાની અંદર ખૂબ સારી રીતના કામ થાય એ બાબતની ચર્ચા કરવામાં આવી હતી અને બાળકો આ વખતે એસએસસી અને એચએસસી પહેલીવાર પરીક્ષાઓ આપવા જઈ રહ્યા છે એટલે દર નું વાતાવરણ પેદા ના થાય એની પણ ચર્ચા કરવામાં આવી હતી અને તમામ સંચાલકોએ આ બાબતે પૂર્તિ કાળજી રાખવાના છે કે બાળકો બિલકુલ દર વગર પરીક્ષા આપી શકે એ માટે ચર્ચા કરાઇ હતી, સાથે છોટાઉદેપુર જિલ્લામાં એસએસસીની અંદર કુલ 17 જેટલા કેન્દ્રો છે 17 જેટલા કેન્દ્રોની અંદર 47 જેટલા બિલ્ડીંગ નો ઉપયોગ થનાર છે એ જ પ્રમાણે એચએસસી ની અંદર વિજ્ઞાન પ્રવાહમાં કુલ બે કેન્દ્રો છે એમાં સાત બિલ્ડીંગ નો ઉપયોગ થનાર છે અને સામાન્ય પ્રવાહમાં કુલ 9 કેન્દ્રો છે એની અંદર 28 નો ઉપયોગ થનાર છે આમ ટોટલ વિદ્યાર્થીઓની વાત કરીએ તો કુલ 25,800 જેટલા બાળકો આગામી પરીક્ષામાં ઉપસ્થિત થનાર છે .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

VideoCapture_20230301-130726.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *