Gujarat

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 'ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ' આપવાની જાહેરાત કરાઈ આગામી તા. 10 માર્ચ સુધી યોગ કો- ઓર્ડીનેટર/ યોગ કોચ/ યોગ ટ્રેઈનર અરજી કરી શકશે

રાજ્ય સરકાર દ્વારા કાર્યરત રમત ગમત, યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત ગુજરાત
રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા અને યોગ બોર્ડ સાથે સંકળાયેલા યોગ કો- ઓર્ડીનેટર, યોગ કોચ અને યોગ ટ્રેઈનર પ્રોત્સાહન મળે તે માટે 'ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ' આપવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. તે અંતર્ગત, અરજીકર્તાનો યોગ ક્ષેત્રમાં ન્યુનતમ 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. તેઓ યોગ બોર્ડનું યોગ કોચ/ યોગ ટ્રેઈનર તરીકેનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ. અરજીકર્તાઓ માટે ઉંમરનો બાધ નથી. અરજી પત્રક સાથે અપડેટ કરેલી પ્રોફાઈલ, નામ, ફોન નંબર, સરનામાંની વિગત, તેમના કાર્યનો ફોટા સાથેનો અનુભવ અને અન્ય જરૂરી પુરાવાઓ જોડીને મહત્તમ 5 પાનાં સુધીની અરજી આગામી તા. 10 માર્ચ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત ગમત કચેરી, જિલ્લા સેવા સદન- 4, રૂમ નંબર- 42, રાજપાર્ક પાસે, જામનગર ખાતે રૂબરૂ જમા કરાવવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે કચેરીના ફોન નં. 0288- 2571209 પર સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એમ. આઈ. પઠાણની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *