ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના આર્થિક સહયોગથી જય ભવાની ભવાઈ નાટક મંડળી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વ રંગભૂમિ એટલે કે 27 માર્ચ 2023 ના રોજ રામદેવપીર નો ટેકરો નવા વાડજ અમદાવાદ ખાતે “વહુરાણી” નામનું સામાજિક નાટકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રોગ્રામમાં વાડજના કોર્પોરેટર દીપલબેન પટેલ, જીવંતતીર્થ સંસ્થાના મંત્રી શ્રી મુકેશભાઈ તેમજ કમલેશભાઈ ડાભાણી, મહિલા કેળવણી મંડળના પ્રમુખ શ્રી સ્મિતાબેન ઠક્કરની હાજરીમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કમલેશ વાઘેલા, ગોવિંદસિંહ પરમાર, કવિતાબેન રામી,ઇન્દિરાબેન પરમાર, નિર્મલાબેન ચૌધરી, મહેન્દ્રભાઈ તેમજ વિજયભાઈ દ્વારા લોકોને મનોરંજનની સાથે સાથે સામાજિક સંદેશો પણ સરસ રીતના પહોંચાડવામાં આવ્યો હતો. નાટક દ્વારા લોકોને આઝાદીના અમૃત મહોત્સવની અને સાથે સાથે વિશ્વ રંગ ભૂમિ દિનની જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ ખૂબ જ સંતોષપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.




