ગાંધીનગર
ગુજરાત વિધાનસભાને હવે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જાેઇ શકાશે. આજથી ગુજરાત વિધાનસભા વેબસાઈટ ટ્રાયલ સ્ટેજ પર શરૂ કરવામાં આવી છે. તમામ પ્રશ્નોત્તરી અને ડોક્યુમેન્ટ વેબસાઈટ પર મુકવામાં આવશે. હાલ વેબસાઈટ ટ્રાયલ સ્ટેજ પર છે. જે પછી તમામ પ્રશ્નતરી મહ્ત્વમાં ડોક્યુમેન્ટ વેબસાઈટ પર મુકાશે. ગુજરાત વિધાનસભામાં કેવી રીતે કામગીરી થતી હોય છે તે જાણવામાં સૌ કોઇને રસ હોય છે. ત્યારે હવે કોઇ પણ વ્યક્તિ આ કામગીરી સોશિયલ મીડિયા પર જાેઇ શકશે. આજથી જ ગુજરાત વિધાનસભા વેબસાઈટ ટ્રાયલ સ્ટેજ પર શરૂ કરી દેવામાં આવી છે. જેના પર વિધાનસભામાં થતી તમામ પ્રશ્નોત્તરી અને મહત્વના ડોક્યુમેન્ટ જાેઇ શકાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિધાનસભાની યુટયુબ ચેનલ પણ લોન્ચ કરવામાં આવશે. જેમાં તમામ ધારાસભ્યો અને મંત્રીઓના નિવેદનો મુકવામાં આવશે. જાે કે રેકોર્ડ પરથી દૂર કરાયેલા શબ્દો તેમજ વિવાદિત નિવેદનો તેમાં અપલોડ કરવામાં નહીં આવે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાત વિધાનસભાનું લોકસભા અને રાજ્યસભાની જેમ જીવંત પ્રસારણ કરવા રજૂઆત કરવામાં આવી રહી છે. જાે કે જીવંત પ્રસારણને લઈ હાલ કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી, પરંતુ હવે તમામ ધારાસભ્યો અને મંત્રીઓએ ગૃહમાં આપેલા નિવેદનને સોશિયલ મીડિયા પર જાેઈ અને સાંભળી શકાશે.


