ગાંધીનગર
ગુજરાત વિધાનસભામાં બીબીસી ડોક્યુમેટ્રી પર ઠપકો આપવા વિધાનનસભામાં દરખાસ્ત લાવામા આવશે. તેમજ કેન્દ્ર સરકાર તેના પર કાર્યવાહી કરે કરવાની માગ કરવામાં આવશે. જેમા પહેલીવાર બિન સરકાર વિદેશ મીડિયા વિરોધી સંકલ્પ રજૂ થશે. બીબીસી દ્વારા ૨૦૦૨ ના ગુજરાત હિસા પર ડોક્યુમેન્ટ્રી બનાવી હતી. જને લઇને ભારતમાં વિરોધ થયો હતો. તેને લઇને હવે ગુજરાત વિધાનસભામાં પણ ભાજપના ધારાસભ્ય બીબીસી સામે ઠરાવ લાવશે. સોજિત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ વિધાનસભામાં બિન સરકારી સંકલ્પ ચર્ચા કરવા દરખાસ્ત કરી છે. ગુજરાત ના ઇતિહાસમાં પહેલી વાર વિદેશી મીડિયાની વિરોધમાં બિન સરકારી સંકલ્પ પર ૧૦ માર્ચના રોજ ચર્ચા કરવાામાં આવશે. સામાન્ય રીતે બિન સરકારી વિષયક બાબત ભારત સરકારને રાજ્ય સરકાર વિષયક બાબતો સમસ્યા કે પ્રશ્નોને ઉકેલવા અનુરોધ કરવા માટે આવતા રહ્યા છે. ધારાસભ્યને વિધાનસભામા મળેલા વિશેષ અધિકારની રૂએ કડક કાર્યવાહીની માગણી કરતા સંકલ્પ તૈયાર થયો છે. જેના પર એક કલાક ચર્ચા કરવામાં આવશે. એક કલાકની ચર્ચા બાદ સંકલ્પ ભારત સરકારને પાઠવવામાં આવશે. જેના આધારે બીબીસી સામે કાર્યવાહી કે વિરોધ કરવા ભારત સરકારને બળ મળશે. ગૃહમાં ધારાસભ્ય વિપુલ પટેલ દ્વારા રજૂ નથારા બિન સરકારી સંકલ્પની વિકોત જણાવાઇ છે. જેમા ગોધરાકાંડ અને રમખાણોની તપાસ માટે રચાયેલા પાંચ વિવિધ કોર્ટના ચુકાદા, અવલોકનો બાદ કહેવામાં આવયુ છે.
