ગાંધીનગર
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોમવારે ગુજરાત વિધાનસભામાં એકદિવસીય મેડિકલ કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો.. ધારાસભ્યો અને મીડિયા કર્મીઓ માટે યોજાયેલ આ મેડિકલ કેમ્પનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો… બ્લડ ટેસ્ટ, ઇ.સી.જી તપાસ સાથે સ્કીન, ઓર્થોપેડીક,ઇએનટી સહિતના વિભાગની ઓ.પી.ડી. સેવા, આયુર્વેદિક તપાસની સેવા આ કેમ્પમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી..
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સમગ્રતયા આરોગ્યલક્ષી આયોજન માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને શુભકામનાઓ પાઠવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, પ્રવર્તમાન જીવનશૈલીને જાેતા નિયમિત આરોગ્ય તપાસ જરુરી બની રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ૩ ઁ (પોલીસ, પત્રકાર અને પોલીટીસીયન્સ) રાઉન્ડ ધ કલોક પ્રજા કલ્યાણની મહત્વની કામગીરી કરતા હોય ત્યારે તેમણે તણાવમુક્ત રહેવા માટે નિયમિત આરોગ્ય તપાસ કરાવીને જરુરી સારવાર મેળવવી જાેઈએ… આ મેડિકલ કેમ્પમાં મંત્રી બલવંતસિંહ રાજપૂત, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ, ધારાસભ્યો, ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ, ડૉ. અનીલ ચૌહાણ સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.
