Gujarat

ગુજરાત સરકારના જંત્રી વધારા મુદ્દે અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રાજુભાઇ શીંગાળાએ  આ જંત્રી વધારામાં રાહત આપવા સરકારશ્રીને જાહેર વિનંતી કરી. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
જંત્રી વધારે મુદ્દે અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રાજુભાઇ શીંગાળાએ જણાવ્યું હતું કે આ જંત્રી વધારો મધ્ય વર્ગ, નાના વેપારીઓ અને નાનાં બિલ્ડરો માટે તો કમરતોડ જ ગણાય.. સરકારે શ્રી એ આ સંદર્ભે ગંભીરતાપૂર્વક વિચારણા કરી જંત્રીના દરમાં રાહત આપવી જોઈએ.. અને આ કાળઝાળ મોંઘવારીમાં અને હજુ તો સમાજ કોરોના કાળમાંથી માંડ બેઠો થયો હોય વળી અમરેલી જિલ્લાએ તો વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ પણ સહન કરી હોય સરકારે જંત્રીના વધારા મુદ્દે પુનઃ વિચાર કરવો જોઈએ એવી સરકારશ્રીને જાહેર વિનંતી કરતાં રાજુભાઈ શીંગાળા.

IMG-20230208-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *