જિલ્લા પંચાયત જામનગર દ્વારા વર્ષ ૨૦૨૩ની માહિતીસભર મેજ ડાયરી લોકભાગીદારીથી પ્રકાશિત
કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત સરકારના મંત્રીમંડળ, જુદા-જુદા વિભાગો, જામનગર અને અન્ય જિલ્લાઓની
માહિતી, જામનગર શહેર/જિલ્લા તેમજ તાલુકા કક્ષાની તમામ અગત્યની સરકારી કચેરીઓના નામ તેમજ ફોન નંબરનો
મેજડાયરીમાં સમાવેશ કરાશે. જેના થકી જિલ્લાની જનતાને પંચાયતી માળખાની તેમજ અનેક વિધ યોજનાઓની વિસ્તૃત
જાણકારી પ્રાપ્ત થશે.આ મેજડાયરીમાં સંસ્થાઓ શુભેચ્છા જાહેરાત પણ આપી શકશે. જેના ભાવો આ મુજબ છે. ફૂલ પેઈઝ
(સાઇઝ:૯.૫૦” * ૭.૨૫”), હાફ પેઈઝ, ક્વાટર પેઇઝ, ૧/૮ પેઇઝ, ૧/૧૬પેઇઝના ફોર કલરમાં જાહેરાતના દર અનુક્રમે
રૂ.૩૦,૦૦૦, રૂ.૧૫૦૦૦, રૂ.૭૫૦૦, રૂ.૩૭૫૦, રૂ.૨૦૦૦ તથા સિંગલ કલરમાં જાહેરાતના દર અનુક્રમે રૂ.૨૦,૦૦૦,
રૂ.૧૦,૦૦૦, રૂ,૫૦૦૦, રૂ.૨૫૦૦, રૂ.૧૦૦૦ નક્કી કરવામાં આવ્યા છે.
લોકભાગીદારીથી જાહેરાતો મેળવી તેમજ મેળવેલ જાહેરાતોના મુસદ્દા બટરપેપરમાં તૈયાર કરીને જાહેરાતની રકમ જિલ્લા વિકાસ
અધિકારીશ્રી જામનગરના નામનો એકાઉન્ટ પેઇ ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે જિલ્લા પંચાયતની સામાન્ય શાખામાં તા.૨૬-
૫-૨૦૨૩ સુધીમાં મોકલવાનો રહેશે. તેમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
