રાજકોટ
રાજકોટના ગોંડલના વાસાવડ ગામે બે કિશોરના ડૂબી જતા મોત નિપજ્યા છે. બંન્ને મૃતક કિશોર નદીમાં નાહવા પડ્યા હતા. ગઈકાલે રાત્રીના સમયે બંન્ને કિશોર ગુમ થયા હોવાનું સામે આવ્યું હતુ. જેમના આજે સવારે બંન્નેના મૃતદેહ મળી આવ્યા છે. મૃતદેહને તાત્કાલીક ધોરણે પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તો બીજી તરફ બોટાદ ખાતે આવેલા કૃષ્ણસાગર તળાવમાં ૫ લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી. મહત્વનુ છે કે પાંચેય તરુણ અને યુવાનો ન્હાવા ગયા હતા અને ડુબી જવાથી મોત તમામના મોત નિપજ્યાં હતા. મહત્વનુ છે કે મરનાર તમામ બોટાદ શહેરના મહંમદ નગર વિસ્તારના રહેવાસી હતા. ઘટનાની જાણ પોલીસ વિભાગને થતા જિલ્લા જીઁ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
