ગોંડલ
સૌરાષ્ટ્રનું પ્રથમ નંબર ધરાવતું અને સૌથી મોટું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની પુષ્કળ આવક નોંધાઈ છે. યાર્ડની બંને બાજુ ૫ કિલોમીટર સુધી લસણ ભરેલા વાહનોની લાંબી કતારો જાેવા મળી છે. આશરે ૧ લાખ ગુણીની આવક નોંધાશે. ગોંડલ માર્કેટીંગયાર્ડમાં રવિવારે ૧ લાખ ગુણી લસણની મબલખ આવક જાેવા મળી છે. યાર્ડની બંને બાજુ ૫ કિલોમીટર સુધી લસણ ભરેલા ૧૩૦૦ જેટલા વાહનોની લાંબી કતારો જાેવા મળી હતી. યાર્ડથી જેતપુર તરફ ચોરડી ગામ સુધી વાહનોની કતાર જાેવા મળી હતી. બપોર બાદ લસણની આવક ચાલુ કરાશે અને આવતીકાલે સવારે લસણની હરાજી થશે. યાર્ડમાં દિવસે લસણની હરાજી થઈ હતી. જેમાં ખેડૂતોને ૨૦ કિલોના ભાવ ૨૦૦થી લઈને ૭૫૦ સુધીના ખેડૂતોને મળ્યા હતા. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો લસણ વેચવા માટે ગોંડલ યાર્ડ વધુ પસંદ કરે છે.


