ગોધરા
ગોધરાના હમીરપુર ગામ નજીક ૫૦ નબર રેલ્વે ફાટક પાસે એક યુવકનું મોત થયું છે. ટ્રેનની અડફટે એક ઈસમનું મોત થયું છે. આ અંગે સામે આવેલી માહિતી અનુસાર હમીરપુર ગામનાં દશરથ અર્જુનભાઈ બારીયા નામના વ્યક્તિનું મોત થયું છે. ઘટનાની જાણ થતા રેલ્વે પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને યુવકની લાશ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી હતી.
