Gujarat

ગ્રામજનોના પ્રશ્નો ઉકેલવાની સાથે યોજનાકિય જાણકારી અપાઈ    

ભેંસાણ તાલુકાના કરીયા ગામમાં રાત્રીસભા યોજાઈ હતી.જેમાં જિલ્લા તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓએ ગ્રામજનોના પ્રશ્નો રજૂઆતો સાંભળ્યા હતા. સાથે જ રજૂ થયેલા મોટાભાગના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું.

     આ રાત્રીસભાઓમાં રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓની સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ થયેલ નવી પહેલરૂપ જેવી કે,પિંક કાર્ડગ્રે કાર્ડ પ્રોજેક્ટ આશીર્વાદ સહિતની પ્રજાલક્ષી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત ઉપરાંત પ્રજાકેન્દ્રિત વહીવટ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *